અકસ્માતનો ભય:વીંછિયાના રૂપાવટી જવાના રોડ પર માટીના ઢગલાંથી અડધો રોડ બંધ, પાઇપલાઇન નાખવા માટે રોડ ખોદ્યો’તો

જસદણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો

વિંછીયાના રૂપાવટી જવાના મેઈન રોડ પર જેતે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઈપલાઈન નાખવા માટે જમીનનું ખોદાણ કરાયું હતું. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટરે ખોદેલી માટીને રોડની સાઈડમાં નાખવાના બદલે રોડ પર પાથરી દેતા અડધો રોડ વાહનચાલકો માટે બંધ થઈ જવા પામ્યો છે. હાલ આ રોડ પર અડધા રોડમાં માટી પડેલી હોવાથી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે.

છતાં જવાબદાર તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોવાથી રૂપાવટી સહિતના આજુબાજુના ગામોના લોકોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડમાં નડતરરૂપ પડેલી માટીના ઢગલા હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી રૂપાવટી સહિતના આજુબાજુના ગામોના લોકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...