અનોખી પહેલ:ચિતલિયામાં લગ્નપ્રસંગે કન્યાદાનની સાથોસાથ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય રીતે પ્રસંગમાં ધીંગામસ્તી થતી હોય ત્યારે બથવાર પરિવારે નવો ચીલો ચાતર્યો

જસદણ તાલુકાના ચિતલીયા ગામે બથવાર પરિવારના આંગણે પુત્રીના લગ્નને અનોખી રીતે ઉજવાયો હતો. આ તકે હસ્ત મેળાપ, કન્યાદાનની સાથો સાથ શૈક્ષણિક સંસ્થાના શિક્ષકના સહયોગથી મહેમાન બનીને આવેલા યુવક-યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.

જસદણના ચિતલીયા ગામે રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ અશોકભાઈ બથવાર ની ભત્રીજી પારૂલબેન મનોજભાઈ બથવાર લગ્ન ધામધૂમથી ઉજવાયા હતા. આ શુભ લગ્ન પ્રસંગે સાવિત્રીબાઈ એજ્યુકેશન સમિતિ જસદણના સભ્ય પ્રાથમિક શિક્ષક જનકભાઈ એચ. ચૌહાણ દ્વારા ઉપસ્થિત સમાજના લોકોને સાવિત્રીબાઈ એજ્યુકેશન સમિતિ જસદણ સંચાલિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ચાલતાં નિશુલ્ક ક્લાસિસમાં સમાજના 70 યુવક-યુવતીઓને બિન સચિવાલય, તલાટીમંત્રી, એલ આર ડી, પી એસ આઇ, જીઈબી, વગેરે સરકારી વિભાગની ભરતી પરીક્ષા માટે તજજ્ઞ લેક્ચરર દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું.

આ તકે લગ્નજીવનના ચાર ફેરા ફરી સાસરે જતી પારુલ બેનના હસ્તે સાવિત્રીબાઈ એજ્યુકેશન સમિતિને રૂપિયા 5,000 નું અનુદાન આપી સમાજના લોકો માટે શિક્ષણ અને પ્રોત્સાહન મળે એવી અનોખી પહેલ કરી પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...