સર્વે ભવન્તુ સુખિન:જસદણ સિવિલમાં વિશ્વશાંતિ અર્થે ગાયત્રી યજ્ઞ અનુષ્ઠાન

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના અને અન્ય બીમારીઓથી અકાળે મોતને ભેટેલા હતભાગીઓના આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરાઇ. - Divya Bhaskar
કોરોના અને અન્ય બીમારીઓથી અકાળે મોતને ભેટેલા હતભાગીઓના આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરાઇ.
  • રાજવી પરિવારે ગાયત્રી યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરી પ્રાર્થના કરી

લોકડાઉન એકના પ્રથમ દિવસથી અને કોરોના કાળથી લઈને આજદિન સુધી અવિરત સેવાકાર્ય કરતી જસદણની નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાનો ભોગ બનેલા નિર્દોષ માનવજાતની આત્માને શાંતિ મળે અને સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે એવી શુદ્ધ ભાવના તેમજ પવિત્ર આસ્થા સાથે જસદણની સરકારી હોસ્પિટલના મુખ્ય પટાંગણમાં જસદણ રાજવી પરિવારના દરબાર સત્યજીતકુમાર ખાચર અને રાણી સાહેબા અલૌકિકારાજે ખાચરના યજમાન પદે તેમજ જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.રાકેશ એમ. મૈત્રીના પ્રમુખ સ્થાને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

“ઈતની શક્તિ હમે દેના દાતા” પ્રાર્થનાનું ગીત ગાન કરી ગાયત્રી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી અને ગાયત્રી પરિવાર જેતપુર શાખા દ્વારા શાસ્ત્રોકત વિધિ તેમજ મંત્રોચ્ચારથી ગાયત્રી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. જસદણના રાજવી દરબાર સત્યજીતકુમાર ખાચરનું ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ તેમજ રાણી સાહેબા અલૌકિકારાજે ખાચરનું હર્ષાબેન ચાવડા તેમજ પુનમબેન ઠકરાળે સન્માન કર્યું હતું . યજ્ઞના પ્રમુખ સ્થાને ડો.રાકેશ એમ. મૈત્રીએ સંસ્થાના સેવાકાર્યને મદદરૂપ થવા હોસ્પિટલ સ્ટાફ તરફથી સહયોગ આપવાની ખાત્રી આપી હતી, અને ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ સંસ્થાના સેવાકાર્યની જયોત કાયમી માટે ખૂબ સારી રીતે પ્રજવલિત રહે અને દર્દીઓ તેમજ જરૂરીયાતમંદોને મદદરૂપ થવા માટે પૂરતી તૈયારી દર્શાવી હતી.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ટ્રસ્ટી હિતેષભાઈ જોષીએ અને આભારવિધિ મંત્રી હસમુખભાઈ મકવાણાએ તેમજ કાર્યક્રમનુંસંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. આ ગાયત્રી યજ્ઞમાં જસદણ સરકારી હોસ્પિટલમાં સેવાસેતુમાં પ્રસંશનીય સેવા આપતા એમ.ડી. ગાયનેક ડો.વિશાલ શર્માનું જસદણ ન્યાયાલયના ન્યાયધીશ પી.એન.નવિન, દરબાર સત્યજીતકુમાર ખાચર, ડો.રાકેશ એમ.મૈત્રી તેમજ સંસ્થાના પ્રમુખ મેહુલભાઈ સંઘવી દ્વારા સન્માન કરાયું હતું.

યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા, ટ્રસ્ટી રમેશભાઈ જેસાણી, અશોકભાઈ ઠકરાળ, હરેશભાઈ શેઠ, દિલીપભાઈ બલભદ્ર, પ્રમોદરાય મહેતા, સુરેશભાઈ ધોળકીયા, પ્રવિણભાઈ ચોલેરા તેમજ વિજયભાઈ રાઠોડે જહેમત ઉઠાવી હતી. ગાયત્રી યજ્ઞમાં વહીવટી તંત્રની સુચના અનુસાર નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...