તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:જસદણની આંગડિયા પેઢી સાથે 21.50 લાખની ઠગાઈ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીની ઓળખ આપી બન્નેએ રકમ પડાવી

જસદણ સ્થિત આંકડીયા પેઢીને બ્રાંચમાં બે શખ્સોએ વેપારી તરીકેની ઓળખ આપી નાણાકીય વહિવટ કરી પેઢી સાથે રૂ.21.50 લાખનો વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, જસદણની મેઈન બજારમાં રમેશ કટલેરીની સામે આવેલ બેસ્ટ એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીના કર્મચારી હર્ષદ યજ્ઞેશભાઈ ગોસાઈએ ઠગાઈ કરનાર સુરેશભાઈ અને ભાવેશભાઈ મણિયાર સહિત તેની સાથેના મળતિયાઓ વિરૂઘ્ધ જસદણ પોલીસ મથકમાં પેઢી સાથે રૂ.21.50 લાખનો વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં હર્ષદભાઈના જણાવ્યા પ્રમાણે ગત તા.31/5/21 થી તા.4/6/21 દરમિયાન ભાવેશભાઈ (અમરેલી) અને સુરેશભાઈ મણિયાર (જસદણ) બન્નેએ અવાર-નવાર નાણાકીય વહિવટમાં અલગ-અલગ સ્થળેથી રકમ મંગાવી, આંગડિયા કરાવી રૂ.21.50 લાખની બાકી રકમ નહી ચુકવી ભાવેશભાઈ અને સુરેશભાઈ તેમજ તેના મળતીયાઓએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે આઈપીસી કલમ 406, 420, 419, 120 બી મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ પીઆઈ કે.જે.રાણા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...