અકસ્માત:જસદણ બાયપાસ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ચારને ઇજા

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે ધુમ્મસ કે અન્ય કારણે બે વાહન ટકરાઇ પડ્યાનું અનુમાન
  • ભાવનગરનો પરિવાર તેમના સંબંધીને ત્યાં આવતો હતો ત્યારે નડી દુર્ઘટના

જસદણમાં બાયપાસ રોડ પર આવેલ ખાનપર ચોકડી પાસે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા સેવાભાવી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

.પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર ખાતે રહેતા સમીરભાઈ અશરફભાઈ બેલીમ, હુસેનશાહ પઠાણ, સાતીરભાઈ નવસારભાઈ બાનવા અને શારભાઈ નજીરભાઈ સૈયદ બધા કાર નં. GJ-04DN-8395 લઈને જસદણ તેમના સંબંધીને ત્યાં વ્યાવહારિક કામે આવતા હતા. ત્યારે વહેલી સવારે જસદણના બાયપાસ રોડ પર આવેલી ખાનપર ચોકડી પાસે પહોંચતા આટકોટ સાઈડથી વીંછિયા તરફ જતા ટ્રક નં. GJ-11Z-6566 નાં ચાલકે કારને હડફેટે લેતા કારમાં સવાર ચારેય વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

આ અકસ્માતની ઘટના બનતા કાર રોડની સાઈડમાં રહેલા ખેતરમાં ઉતરી ગઈ હતી અને ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રકને રોડ પર રેઢો મૂકી નાસી ગયો હતો. આ અકસ્માતના પગલે વહેલી સવારે સેવાભાવીઓ દોડી ગયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની ન થતા સેવાભાવીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ અકસ્માતના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...