તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપધાત:વડીલો નહીં પરણાવે તે ડરથી યુવાને દવા પી લીધી

જસદણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટના પડધરીની દેવકરણની વાડીમાં રહેતા યુવાને જસદણ તાલુકાના જસાપર ગામે વાડીમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજયું હતું. યુવાને પ્રેમપ્રકરણના કારણે આપઘાત કરી લીધો હતો. તેના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના પડધરીની દેવકરણની વાડીમાં રહેતો દિનેશ વિરૂભાઈ માળી(ઉ.વ.23) નામનો યુવાન જસદણ તાલુકાના જસાપર ગામે વાડીમાં કામ કરતો હતો.

ત્યારે ઝેરી દવા પી જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું મોત નિપજયું હતું. દિનેશ છ ભાઈ અને એક બહેનમાં વચેટ હતો. પોતે ખેતીકામ કરતો હતો અને તેમના પિતાએ જણાવ્યું હતું કે, દિનેશ એક યુવતીને લઈ ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારની સમજાવટથી બન્ને પરત ફર્યા હતા અને યુવતીને તેના પરિવારજનોને સોંપી દીધી હતી. યુવતીનાં પરિવારજનો લગ્ન માટે રાજી નહી થાય તેવા ડરથી દિનેશે રાત્રીનાં સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવમાં યુવાનના મોતથી પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...