તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપવાસ આંદોલન:વીંછિયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે ખેડૂતોની રેલી અને ધરણાં

જસદણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ કલેકટર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન 10 ઈંચ વરસાદ પડ્યો હોવાની બે દિવસ પહેલાં જાહેરાત કરવામાં આવી હતી. જોકે વીંછિયા પંથકમાં આજદિન સુધીમાં માત્ર 5 ઈંચ જેટલો જ વરસાદ પડ્યો હોવાથી જિલ્લા કલેકટરે વીંછિયા તાલુકાના ખેડૂતો અને લોકો સાથે અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે રોષે ભરાયા હતા અને તાલુકાને વહેલી તકે અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલની આગેવાની હેઠળ મોઢુકા રોડ પરથી આંબલીચોક સુધી પગપાળા રેલી યોજવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ખેડૂત આગેવાનો દ્વારા વિંછીયાના આંબલીચોક ખાતે ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું.

આ ઉપવાસ આંદોલનમાં જસદણ-વીંછિયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયા સહિતના જસદણ-વીંછિયા તાલુકાના કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ ઉપવાસ આંદોલન દરમિયાન વીંછિયા મામલતદાર પી.એમ.ભેસાણીયાએ વીંછિયામાં પડેલા 5 ઈંચ વરસાદના આંકડા જાહેર કરી સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવો વિશ્વાસ આપતા આંદોલન સમેટાયું હતું.

અમને જે સૂચના મળશે તેની અમલવારી કરીશું
વીંછિયા તાલુકામાં આ મોસમનો કુલ વરસાદ 5 ઈંચ નોંધાયેલો છે. જો કે રાજકોટની શાખામાં પણ 5 ઈંચ વરસાદ જ નોંધાયેલો છે. હવે સરકાર તરફથી અછત અંગે અમને જે પરિપત્ર અને સુચના મળશે તેની અમલવારી અમે ચોક્કસપણે કરીશું. હવે જે પાણીનો પ્રશ્ન છે તે અંગે હું સબંધિત વિભાગના અધિકારીઓને પણ જાણ કરીશ અને ઉકેલ લાવવા ચોક્કસ પ્રયત્નશીલ રહીશ.> પી.એમ.ભેસાણિયા, ઈન્ચાર્જ મામલતદાર,વીંછિયા

અન્ય સમાચારો પણ છે...