તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીંછિયામાં રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા ટ્રસ્ટ અને ખેડૂત સેવા સંગઠન ગુજરાત ટ્રસ્ટના માધ્યમથી વિંછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત વિરોધી ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં ખેડૂતના આ ત્રણેય કાળા કાયદા પરત ખેંચવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે તેવું ખેડૂત આગેવાન અને ટ્રસ્ટીઓએ ચીમકી આપી હતી. આ તકે સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા, રસિકભાઈ કાણોતરા અને ખેડૂત સેવા સંગઠનના પ્રમુખ જયંતીભાઈ ગોહિલ, ભગીરથભાઈ વાલાણી સહિતના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.
ઉપલેટા કિસાન સભાની મામલતદારને રજૂઆત
અખિલ ભારતીય કિસાન સંગઠન અન્યાય સમિતિના નેતૃત્વમાં હજારો ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર ચક્કાજામ સત્યાગ્રહ ચાલી રહ્યો છે. કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાની આગેવાનીમાં દિલ્હી ચક્કાજામ સત્યાગ્રહના સમર્થનમાં ઉપલેટાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેમાં જણાવાયું હતું કે આંદોલન દરેક વર્ગનો અધિકાર છે. ખેડૂતોના આંદોલનને સરકાર બળપ્રયોગ કરી રહી છે તે સંવિધાન વિરુદ્ધ છે. આ કાર્યક્રમમાં દિનેશભાઈ કંટારીયા, લખમણભાઇ પાનેરા, દેવેનભાઇ વસોયા, રમણીકભાઈ ઝાલાવાડીયા, લખમણભાઇ બાબરીયા હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.