તંત્રનું આયોજન:વીરનગરમાં રાત્રી રસીકરણ કેમ્પમાં ખેડૂતો, મજૂરો ઊમટ્યાં

આટકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે રોજગારીની દોટમાં સામેલ લોકોને રાતે સુરક્ષિત કરવા તંત્રનું આયોજન

જસદણના નાના અેવા ગામ આટકોટમાં હજુ અનેક લોકો કોરોનાની રસી લેવામાં બાકી હોય ગ્રામ પંચાયતના ઉપક્રમે રાત્રી વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તે માટે અગાઉથી માઇક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેનો લાભ કેમ્પ સમયે જોવા મળ્યો હતો, તેમજ ખેડૂતો તેમજ મજૂરો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેમને વેક્સિનેટેડ કરાયા હતા. વેકશિન માટે વીરનગરમાં રાત્રી કેમ્પ કર્યો જેમાં જિલ્લા એપેડેમીક અધિકારી ડો.નીલેશ રાઠોડે મુલાકાત લઇ જરૂરી માહિતિ આપી હતી.

મેડિકલ ઓફિસર આટકોટ, તાલુકા હેલ્થ વિઝિટર ગનુબેન મીયત્રા તેમજ પેરા મેડિકલ સ્ટાફે કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સરકારનાં હર ઘર દસ્તક અંતર્ગત વિરનગર ગામે ઘરે ઘરે જઈને લોકોને ડો. રાઠોડ અને ટીમ દ્વારા રસીકરણ માટે સમજાવ્યા હતા. વીરનગરમા હજુ ઘણા લોકો વેકસીન લેવામા બાકી હોય ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે રસીકરણ ગામ પંચાયતમા રાખ્યું હતું. આ કેમ્પમાં ખેડૂતો અને મજૂરો કે જેઓ દિવસે કામમાં વ્યસ્ત હોય છે તેમને સમજાવટ બાદ વેક્સિનેટેડ કરાયા હતા.

હજુ પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતમા માઈક દ્વારા લોકોને માહિતી આપી હતી, અને તેના આધારે જે લોકો વેક્સિન લેવામાં બાકી હોય તે લઈ જાય તેમ જણાવાયું હતું અને કેમ્પને સફળતા મળી હતી. વીરનગરના સરપંચ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિત કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...