તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતનું મોત:જૂના પીપળિયા ગામે ઝેરી જનાવર કરડતા ખેડૂતનું મોત, ખેતરમાં પાણી વાળતા સમયે બનાવ બન્યો

જસદણ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

જસદણના જુના પીપળીયા ગામે ઘઉંના પાકમાં પાણી વાળતા એક ખેડૂતને કોઈ ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજ્યુ હતું.પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના જુના પીપળીયા ગામે રહેતા પરષોત્તમભાઈ રાજાભાઈ વેકરીયા(ઉ.વ.58) પોતાની વાડીમાં વાવેલા ઘઉંમાં પાણી પીવડાવતા હતા.

ત્યારે અચાનક કોઈ ઝેરી જાનવર કરડી જત્તા તાત્કાલિક તેઓને જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. પરંતુ મૃતકના શરીરમાં ઝેર એટલી હદે પ્રસરી જતા સારવાર મળે તે પહેલા જ ખેડૂતનું ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બનતા જુના પીપળીયા ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો