જુગારધામ પર દરોડો:જસદણમાં વાડીમાં જુગાર રમતા આઠ શખ્સ પકડાયા

જસદણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 ફોન સહિત રૂ.4.72 લાખનો મુદ્દામાલ કબજે

જસદણ શહેર અને પંથકમાં જાણે કે શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ જુગારીઓ બેફામ બની જુગારધામ ચલાવતા હોવાથી હવે પોલીસ પણ હરકતમાં આવી હતી. જેમાં જસદણના ચિતલીયા રોડ નજીક વાડીના મકાનમાં વાડી માલિક યુવાન બહારથી અન્યોને બોલાવી જુગારધામ ચલાવતો હોવાની જસદણ પોલીસને બાતમી મળી હતી.

જેથી જસદણ પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડતા વાડી માલિક યુવાન મેહુલ લાલજી પારખીયા(ઉ.વ.28), યુગેન ધનજી ભુવા(ઉ.વ.26), હાર્દીક ચંદુ વસોયા(ઉ.વ.29), વિશાલ મનસુખ રૂપારેલીયા(ઉ.વ.26), મનસુખ બાબુ દોમડીયા(ઉ.વ.42), અંકીત જયંતી ભુવા(ઉ.વ.28), દિવ્યેશ ચંદુ હપાણી(ઉ.વ.31) અને યાજ્ઞીક મનસુખ રૂપારેલીયા(ઉ.વ.22)ને મોબાઈલ નંગ-8 કિંમત રૂ.1,11,000, બાઈક નંગ-4 કિંમત રૂ.1,10,000, ફોર વ્હીલર કાર નંગ-1 કિંમત રૂ.1,50,000 તથા રોકડ રકમ રૂ.1,01,770 મળી કુલ રૂ.4,72,770 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...