તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જસદણ યાર્ડમાં જણસીની પુષ્કળ આવક થતાં જગ્યા ટૂંકી પડી, નવી જમીન ખરીદવા માગણી

જસદણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માલ ઉતારવા વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને ડબલ માર પડતો હોવાની ડાયરેક્ટર્સની સેક્રેટરીને રજૂઆત

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં બાયપાસ રોડ ઉપર આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ યાર્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી આજુબાજુના ગામડા અને નાના-મોટા શહેરોમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં જણસીની આવક થાય છે. તેના પ્રમાણમાં જસદણ યાર્ડમાં માલ ઉતારવા માટેની પુરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને આર્થિક અને માનસિક રીતે માર પડતો હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે.

જેના કારણે જસદણ યાર્ડના ડિરેકટરો પ્રેમજીભાઈ રાજપરા, અશોકભાઈ ચાંવ, મહાવીરભાઈ ધાધલ અને અરજણભાઈ રામાણીએ યાર્ડના સેક્રેટરીને નવી જમીન ખરીદવા માટે લેખિત માંગ કરી હતી. આજની તારીખે જસદણ યાર્ડમાં જણસી ખેડૂતોને અઠવાડિયામાં ફકત બે વાર જ ઉતારવા દઈએ છીએ અને આ વર્ષમાં તો વર્ષ સારૂ થતા ખેડૂતોની પડેલી જણસી જેવી કે કપાસ, ચણા, મગફળી, જીરૂ, ઘઉં, ધાણા, મરયા અને અન્ય જણસીની આવક ખૂબજ મોટા પ્રમાણમાં હોવાથી ખેડૂતોને બે-બે દિવસ લાઈનમાં રોડ પર પડયું રહેવું પડે છે. તેમજ ખેડૂતને પોતાના વાહનો બે દિવસ પડ્યા રાખવા પડે છે.

જે ખેડૂતને પોતાનું માલીકીનું વાહન ન હોય તેને બે દિવસના ભાડા આપવા પડે છે. આથી ખેડૂતોના હિતમાં આપના બોર્ડમાં આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે જમીન ખરીદ કરવાની દરખાસ્ત કરો અને ખેડૂતોને હેરાન પરેશાન થતા બચાવો તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો