જસદણ પંથકમાં નાની એવી બાબતમાં મોટી માથાકૂટ થવાના બનાવો વધ્યા છે અને બોલાચાલી બાદમાં ઉગ્ર રૂપ લઇ મારામારી સુધી પહોંચી જાય છે અને અંતે પોલીસે દરમિયાનગીરી કરવી પડી રહી છે. વીંછિયા તાલુકાના ગોરૈયા ગામની સીમમાં યુવાન ઉપર લાકડીથી હુમલો કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ગોરૈયા ગામની સીમમાં અશોક ચનાભાઈ વડોદરીયા(ઉ.વ.40) ને તે જ ગામના વિજય ઓઘડ સાસુકીયાએ તું બકરા અહીં કેમ ચારે છે.
આ વિસ્તારમાં તારે આવવું નહિ તેમ કહી ગાળો આપી લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ઉકત શખ્સ સામે વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ થતા હેડ કોન્સ.જેઠાભાઈ ટમાળીયાએ વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં ભાડલામાં જૂની અદાવતનો ખાર રાખી રવિ હર્ષદભાઈ રાઠોડને તેજ ગામના સહદેવ પ્રવિણભાઈ સરવૈયાએ માર માર્યો હતો.
વચ્ચે પડેલા રવિભાઈના પત્ની અને તેના પિતાને પણ સહદેવએ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઉકત ત્રણેય સામે ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ થતા વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.