જસદણ નજીકના ઘેલા સોમનાથ મંદિરના મુખ્ય શિખર ઉપર કળશ ચઢાવવા માટે દાતાઓના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ સંવત 2078ના વૈશાખ સુદ-6ને શુક્રવાર તા. 6ના સવારે 7 થી 8-30 ગણપતિ પૂજન કરાશે. સાંજના 5-30 કલાકે જળયાત્રા તથા મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવશે.
ત્યારબાદ વૈશાખ સુદ-7ને શનિવાર તા. 7ના યજ્ઞ, પૂજા, ધાર્મિક કાર્યક્રમો, અભિષેક કરાશે. ત્યારબાદ ચૈત્ર સુદ-8ને તા. 8ના અભિષેક મૂર્તિ પૂજા, કળશ પૂજા, બપોર 3 કલાકે મંદિરના મુખ્ય શિખર પર કળશ ચઢાવાશે. કાર્યક્રમ દાતાઓના સહયોગથી કરાશે. દરમિયાન તા. 6 થી તા. 8 ત્રણ દિવસ મંદિરે આવતા દર્શનાર્થીઓને બન્ને ટાઈમ બપોરે, સાંજે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
આ મંદિર સરકાર સંચાલીત હોવાથી મંદિરના અધ્યક્ષ રાજકોટ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જસદણ નાયબ કલેકટર કે. વી. બાટી, જસદણ મામલતદારની સુચના મુજબ મનુભાઈ શીલુ, નાયબ મામલતદાર કાછડીયા સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.