તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો:વીંછિયાના રેવાણિયા રોડ પર ગંદકીના ગંજ, રોગચાળાની ભીતિ

જસદણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ભલે સ્વચ્છ ભારત અભિયાન સફળ નીવડ્યું હોય. પરંતુ વીંછિયામાં આ અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. ગ્રામપંચાયત પાસે સફાઈ કામદારોનો પુરતો સ્ટાફ છે, શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો સફાઈ વેરો વસુલ કરવામાં આવે છે. છતાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. નગરજનો ગંદકીના ગંજ વચ્ચે જોખમી જીવન ગાળી રહ્યા છે.

છતાં ગ્રામપંચાયતના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી.વીંછિયાના રેવાણીયા રોડ પર કાયમી ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળતા હોવાથી તંત્રની સફાઈ કામગીરીની પોલખોલ થઈ ગઈ છે. એકબાજુ કોરોના જેવો જીવલેણ રોગચાળો ફૂંફાડો મારવા માટે દસ્તક દઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક ગ્રામપંચાયત તંત્ર ઉંઘતું ઝડપાયું હોવાથી લોકો ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે.

ભયંકર બદબૂથી આ રોડ ખદબદી ગયો
વીંછિયા ગ્રામપંચાયતની બેદરકારીના લીધે શેરીઓ-ગલીઓમાં સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે ઢોર પેટનો ખાડો બુરવા માટે ગંદકીના ગંજ નજીક અડ્ડો જમાવી બેસે છે. રાહદારીઓ અને વાહનચાલકોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. છતાં પણ જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...