ગંદકી:જસદણના વડલા વાડી વિસ્તારમાં ગંદકી , અનેક રજૂઆતો છતાં સત્તાધીશો ફરકતા ન હોવાની લોકોની વ્યથા

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણના વોર્ડ નં.6માં આવેલા વડલા વાડી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ખડકાયેલા કચરાના ગંજ, રખડતા ઢોર અને રોડ-રસ્તા સહિતની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે આ અંગે અનેકાનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતી હોવાનો રહીશો દ્વારા સૂર વ્યક્ત કરાયો છે. આ વિસ્તારના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, અમે આ ગંદકીની સમસ્યા અંગે અનેકવાર ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોને તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટરોને ધ્યાન દોર્યું છે. પણ આ બાબતનો ઉકેલ બે મહિના વીતવા છતાં આવેલ નથી. અહીં રાત્રે આવારા તત્વોનો અડ્ડો જામે છે, તેમજ દારૂની ખાલી બોટલનો ઢગલો હોય છે.

આ ગંદકીના લીધે અહીંના લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઉભું થયું છે. રાત્રે ગંદકીના ઢગ પાસે આવારા તત્વો ભેગા થતા હોય બહેન દીકરીઓ એકલી નિકળી પણ શકતી નથી. તો આ બાબતને ધ્યાનમાં રાખીને જસદણ નગરપાલિકા તંત્રના વાહકો આનો ઉકેલ ઝડપથી લાવે તેવી ત્યાંના રહીશોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...