તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:વીંછિયામાં ઉપવાસ કરનાર બેની અટકાયત, PSIની બદલીની કરાઇ હતી માગણી

જસદણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિંછીયા પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.પરમાર દ્વારા વિંછીયા વિસ્તારમાં લોકો ઉપર અમાનુસી ઝુલ્મ કરી અનેક લોકોને ઢોરમાર મારવામાં આવેલ અને ઈલેકટ્રીક શોક આપી લોકોને ખુબ ત્રાસ ગુજારી રહ્યા છે. જેથી તેની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવાશક્તિના પ્રમુખ મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા અને સદસ્ય રાહુલભાઈ ચંદુભાઈ રાજપરા દ્વારા વિંછીયા મામલતદાર પી.એમ.ભેસાણીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો સોમવાર સુધીમાં વિંછીયા પીએસઆઈ એમ.જે.પરમારની બદલી કરવામાં નહી આવે તો સોમવારે પ્રાંત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં હતી. જેના પગલે આજે બન્ને આગેવાનો પ્રાંત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેસે તે પૂર્વે જ જસદણ સીપીઆઈ રાવત દ્વારા બન્નેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો