ભાસ્કર વિશેષ:એમ્બ્યુલન્સ, ફેબ્રિકેટર, ઓક્સિજન સપ્લાયર સહિતની વિગતો હવે આંગળીના ટેરવે; રાજકોટના યુવાને ખાસ વેબપોર્ટલ બનાવ્યું

જસદણ22 દિવસ પહેલાલેખક: દીપક રવિયા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં લોકોને પડેલી મુશ્કેલીને ધ્યાને લઇ યુવાને ambulanceinfo.com તૈયાર કર્યું

કોરોના કાળમાં દર્દીઓને પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક રાજકોટના યુવાને ambulanceinfo.com નામે ખાસ વેબ પોર્ટલ બનાવ્યું છે જેને ભારત સરકાર દ્વારા start-up તરીકેની માન્યતા મળી છે. કોરોના કાળમાં દર્દીઓ અને તેમના સગાંઓએ એમ્બ્યુલન્સ સર્વિસ, હોસ્પિટલ બેડ, ઓક્સિજન વગેરે મેળવવામાં બહુ જ મુશ્કેલીઓ અનુભવી હતી.

યુવાને એમ્બ્યુલન્સ ઈન્ફો ડોટ કોમ વેબ પોર્ટલ બનાવ્યું
એ વખતે લોકોને એ જાણ પણ ન હતી કે એમ્બ્યુલન્સ ક્યાંથી મળે,ઓક્સિજન સપ્લાયર કોણ કોણ છે? ડેડબોડીવાન મેળવવા શું કરવું એ સહિતની ગડમથલ લોકોએ વેઠી હતી. આવા કપરા કાળમાં પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અને એમાંથી પ્રેરણા લઈને રાજકોટના રજનીશ કાવાઠિયા નામના યુવાને એમ્બ્યુલન્સ ઈન્ફો ડોટ કોમ વેબ પોર્ટલ બનાવ્યું છે.

વેબ-પોર્ટલ ઉપર લોકો સર્ચ કરશે એટલે એમ્બ્યુલન્સનું લિસ્ટ હાથવગું
પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ, બેઝીક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ, એડવાન્સ લાઈવ સપોર્ટ એમ્બ્યુલન્સ, નવજાત બાળકો માટેની એમ્બ્યુલન્સ, ડેડબોડી વાન, સ્મશાન યાત્રા રથ અને ફ્યુનરલ વાન વગેરેની બધી સચોટ માહિતીઓ લોકોને હવેથી આ વેબ-પોર્ટલ ઉપર ઉપલબ્ધ થશે. ambulanceinfo.comએ ભારત સરકારના સ્ટાર્ટઅપ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ સ્ટાર્ટઅપ છે. આ પોર્ટલથી ભારતની આમ જનતાને ખૂબ જ ફાયદો થશે. આનાથી લોકોને જ્યારે જોઈએ ત્યારે, જ્યાં જોઈએ ત્યાં માત્ર એમ્બ્યુલન્સ ડોટ કોમની વેબસાઈટ ઉપર પોતાનો સર્ચ એરીયા અને પોતાને કેવા ટાઈપની એમ્બ્યુલન્સની જરૂર છે આવું માત્ર સર્ચ કરશે તો તેમને એમ્બ્યુલન્સનું લીસ્ટ બતાવશે. જેથી કરીને તે લોકો પોતાની પસંદગીની એમ્બ્યુલન્સ પસંદ કરી શકશે. આ ambulanceinfo.comની વેબસાઈટ પર ભવિષ્યમાં નવી એમ્બ્યુલન્સ ક્યાંથી મળે, ફેબ્રિકેટર, ઓક્સિજન સપ્લાયર, ઈન્સ્ટ્રુમેન્ટના સપ્લાયર, ડ્રાઈવર માટેની જોબ રીલેટેડ તમામ માહિતી મળશે.

મેં 108 ઇમર્જન્સી સેવામાં 10 વર્ષ ગાળ્યા છે
હું 20 વર્ષથી હેલ્થકેર સેવાઓ જોડે જોડાયેલો છું. ગુજરાત સરકારની 108 ઈમરજન્સી સેવામાં 10 વર્ષ સેવાઓ આપી ચુક્યો છું. હું હોસ્પિટલ ઈન્ડસ્ટ્રીઝનો બહોળો અનુભવ ધરાવું છું અને આજે પણ હું ઘણી બધી સેવાઓમાં કાર્યરત છું. કોરોનાકાળમાં લોકોને થયેલી તકલીફો બાદ મને આવો વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો. - રજનીશ કાવાઠિયા,પોર્ટલના ફાઉન્ડર

અન્ય સમાચારો પણ છે...