સાવચેતી:આલણસાગર ડેમ ખાતે બે જવાનો તૈનાત

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ શહેરને પાણી પૂરું પાડતા બાખલવડ ગામે આવેલ આલણસાગર ડેમ વરસાદના પગલે ઓવરફલો થતા હરખઘેલા લોકો કોરોના ભૂલી નહાવાની મોજ માણવા માટે ઉમટી પડ્યા હતા. હવે જસદણ શહેરને 2 વર્ષ ચાલે તેટલી જળરાશી એકત્ર થઈ જતા જસદણ પંથકના લોકોમાં આનંદની લાગણી ફેલાણી હતી. આ અહેવાલ ગત તા.29 ના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતાની સાથે જ જસદણ પ્રાંત અધિકારી સહિતનાઓ આલણસાગર ડેમ ખાતે દોડી ગયા હતા અને ડેમ ખાતે બે પોલીસ સુરક્ષા જવાનોને તૈનાત કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...