તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વીંછિયા તાલુકાને સંપૂર્ણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી 10 દિવસમાં સરવેની માગ

જસદણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને પીવા માટે પાણી અને પશુઓના ઘાસચારાની વ્યવસ્થા કરવા

ચોમાસું હવે ખેંચાયું છે અને વાવણી કરીને બેઠેલા ખેડૂતો વરસાદ અને પાણીના અભાવે પસ્તાઇ રહ્યા છે. ઉભા પાકના અસ્તિત્વ પર પણ ખતરો તોળાઇ રહ્યો છે. જમીનના તળ ઉંચા ન આવતાં પાણ પણ થઇ શકતું નથી.હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતોની હાલત વધુ કફોડી બની જશે તેમાં કોઇ શંકા નથી ત્યારે વીંછિયા તાલુકાને તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે કોંગ્રેસે આવેદન આપી રજૂઆત કરી છે.વીંછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાને 100 ટકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને લોકોને પીવા માટે પાણી માટે તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં નહિવત પ્રમાણમાં વરસાદ થવાથી ખેડૂતોને ખૂબ જ નુકસાની થઇ છે અને આ નુકસાનીની ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વીંછિયા તાલુકામાં પીવાના પાણીની વ્યવસ્થા, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા અને 100 ટકા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે સહિતની માંગ કરવામાં આવી હતી.

આ તકે વીંછિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ બાવળીયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ ગાબુ, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આવેદનપત્ર આપતી વેળાએ તેમણે જણાવ્યું હતું કે, જો દિવસમાં 10 માં તમામ પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો આગામી તા.6-9-2021 ના દિવસે રસ્તારોકો આંદોલનનો કાર્યક્રમ કરવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...