વીંછિયા પંથકમાં વિકાસને વેગવંતો બનાવવા પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણી દ્વારા સરકારમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, વીંછિયા તાલુકો જે ભૌગોલીક દ્રષ્ટિએ ઉંધી રકાબી સમાન છે. જ્યાં કોઈ વરસાદના પાણીના સંગ્રહ માટે મોટા ડેમ ન હોવાથી વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે. છેવાડાના ગામડાઓમાં પુરતી સુવિધાઓનો અભાવ છે.
જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ઉપયોગી યોજનાઓનો છેવાડાના લોકો સુધી પુરતો લાભ મળી શકતો નથી. આ વિસ્તારના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બાવળીયાને ગાંધીનગરમાં રૂબરૂ તેમજ લગત વિભાગોને મળી રજૂઆત કરી હતી. પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ રજૂઆત કરી હતી.
જેમાં વીંછિયા સરકારી ઇજનેરી કોલેજ, એન.સી.સી. યુનિટ, એન.એસ.એસ., વીંછિયા શહેરને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપવો, રમતવીરો માટે રમત-ગમતનું મેદાન ફાળવવા, લાઈબ્રેરી, ફાયર સ્ટેશન,વીંછિયા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવો, વીંછિયા આજુબાજુ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ, પ્રવેશદ્વારનું નવિનીકરણ, અપગ્રેડેશન, સુશોભન કરવું, સૌની યોજનામાં સમાવિષ્ટ રેવાણીયા તળાવ-પાનેલીયા તળાવ તેમજ ધારેય ડેમ ભરવા, જસદણ-વીંછિયા પંથકમાં જી.આઈ.ડી.સી. ઉભી કરવી અને શહેર તેમજ તાલુકાના ગરીબો માટે આવાસ યોજના અંગે વિવિધ પ્રશ્નોની છણાવટ કરી અસરકારક રજૂઆત કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.