હાલાકી:આટકોટના કૈલાસનગરમાં 8 દી’ સુધી પાણી વિતરણ ન થતાં દેકારો

આટકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જળસ્ત્રોતો છલોછલ છતાં પાણીના ધાંધિયાથી પરેશાની
  • બે ટાંકા બનાવી લીધા, પાણીથી ભરવાની તસ્દી લેવાતી નથી

આટકોટ કૈલાસ નગરમા સરકારની ગ્રાન્ટમાંથી લાખોના ખર્ચે બે ટાકા બનાવી દેવામાં આવ્યા પણ છ મહીના સુધી તેને ચાલું કરવામાં આવ્યા નહિ. સરકારનો ખર્ચો પાણીમાં ગયો અને પંચાયત દ્વારા કોઈ પગલાં લેવા આવતા નથી. આઠ દિવસે પીવાનું પાણી આપવામાં આવે છે, ભર શિયાળે આવી હાલત છે તો ઉનાળો તો કેવો જશે એ સવાલ જ લોકોને પરસેવો લાવી દે છે.

કોળી સમાજના આગેવાને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે સમ્પ બન્યાને છ મહિના વીતી ગયા છે,છતાં હજુ ચાલુ કરવામાં આવ્યા નહિ. લોકોને હાલમાં આઠ દીવસે પાણી વિતરણ કરવામાં આવે છે, જ્યારે ગામમાં ચાર દીવસે પાણી વિતરણ કરવામાં આવે છે. વિનુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે જો આ સંપ વહેલી તકે શરુ કરવામાં નહિ આવે તો અમે પંચાયત સામે ઉપવાસ પર ઉતરીશું. નોંધનીય છે કે આટકોટના આ જ વિસ્તારમાં આઠ દિવસે પાણી આપવામાં આવે છે. અન્ય વિસ્તારોમાં તો ચાર દિવસે મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...