તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જસદણમાં દાયકાઓ બાદ નમૂનેદાર રમતગમતનું મેદાન આકાર લેશે, બગીચા પાસેના ખરાબાની 02-93-17 ચોરસ મીટર જમીનમાં બનશે ગ્રાઉન્ડ

જસદણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

જસદણના રમતવીરોમાં ખુશી-આનંદની લાગણી છવાઈ ગઈ છે. કારણ કે ઘણા વર્ષોથી જસદણમાં રમતગમતના મેદાન માટે ઘણી બધી રજૂઆતો સરકારમાં કરવામાં આવી હતી. ત્યારે જસદણમાં બગીચા પાસે સરકારી ખરાબાના સ.નં.727 માંથી હે.02-93-17. ચોરસ મીટર જમીનમાં રમત-ગમતનું મેદાન યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગને ફાળવવા માટે કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. આગામી સમયમાં ભવ્ય આઉટડોર-ઈન્ડોર સ્ટેડિયમ બનશે અને વિવિધ યુવાઓ લક્ષી રમતગમત-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ સરકારની દેખરેખ નીચે યોજાશે. જસદણમાં દાયકાઓ બાદ રમતવીરો માટે નમુનેદાર ભવ્ય રમત-ગમતના ગ્રાઉન્ડનું નિર્માણ થશે.

વર્ષ 2018 માં જસદણ ખાતે ડો.ભરતભાઈ બોઘરાની અધ્યક્ષતામાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો દ્વારા મેરેથોન યોજાઈ હતી. ત્યારે પણ રમતના મેદાન માટે આહવાન થયું હતું. હવે વર્ષો જૂનો પ્રશ્ન હલ થયો હતો. જસદણ-વીંછીયા રોડ પર આવેલ દરબાર આલખાચર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્પોર્ટ્સ એકેડેમીના હોલ ખાતે તાલુકાના રમતવીરોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

અહીંથી જ બાબુભાઈ સરધારા, કે.ડી.વ્યાસ, મોહમદભાઈ તરકવાડીયા, પ્રતાપભાઈ, શત્રુગ્નભાઈ જેબલિયા, ઘનશ્યામભાઈ જેબલિયા, હર્ષવર્ધનભાઈ જેબલિયા, ઘનશ્યામભાઈ ખાચર, ચાંપરાજભાઈ ખાચર, શિવરાજભાઈ ખાચર, જયદીપભાઈ ગીડા, સંજયભાઈ મકવાણા (નેહલ), કાદરભાઈ, સાજીદભાઈ બારુબી, વિશાલભાઈ (સેહવાગ), જયદીપભાઈ બાવળિયા, ગભરુભાઈ રબારી, કલ્પેશભાઈ મેર, સાજીદભાઈ, આસિફભાઈ, વરુણભાઈ પરમાર, ગોવિંદભાઈ ભરવાડ, બાલાભાઈ રબારી, વસીમભાઈ, બાબુભાઈ પડાણી, ટીનુભાઈ ટાટરએ ખ્યાતિ મેળવેલ છે. આ તકે કુંવરજીભાઈ બાવળીયા, જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચર, જસદણ નગરપાલિકાના ઉપપ્રમુખ દિપુભાઈ ગીડા ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ખોડાભાઈ ખસીયા દ્વારા કરવામાં આવી હતી અને જહેમત દુર્ગેશભાઈ કુબાવત, શિવરાજભાઈ ખાચર, આનંદભાઈ, શુકલભાઈએ ઉપાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો