તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:જસદણમાં ગટરની મુસીબત હલ કરવા માટે ખોદેલો ખાડો જોખમી

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટર ઉભરાવાનો પ્રશ્ન હલ કરવા બે દિવસથી ખોદેલો ખાડો બૂરાતો નથી

જસદણ સુધરાઈ તંત્ર દ્વારા શહેરમાં ઠેક ઠેકાણે સ્વચ્છતાના બેનર તેમજ અભિયાન હાથ ધરવામાં આવતા હોય છે. પરંતુ જસદણ સુધરાઈ તંત્રનું સેનિટેશન વિભાગ માત્ર ગંદકી હટાવવાના બદલે તેને જોઈને જ સંતોષ માની લેતું હોય તેવું વર્ષોથી જોવા મળ્યું છે. જસદણનું સુધરાઈ તંત્ર સરકારમાં પોતાની સારી છબિ ચીતરવા માટે સ્વચ્છતા અભિયાનની કામગીરી ઓનપેપર બતાવતું આવ્યું છે. જ્યારે હકિકતમાં જસદણ શહેરની સ્થિતિ જોવામાં આવે ત્યારે જ ખબર પડે કે શહેરભરમાં સ્વચ્છતા અભિયાન કેવું ચાલી રહ્યું છે. ત્યારે જસદણની મધ્યમાં આવેલી તરગાળા શેરીના મુખ્ય રસ્તા પર વર્ષોથી ગટરોના ગંદા પાણીઓની રેલમછેલ જોવા મળી રહી હતી.

પરંતુ આજદિન સુધી જસદણ સુધરાઈ તંત્રના જવાબદારો દ્વારા ગટરની ગંદકી પ્રશ્ને કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેથી વર્ષો જૂની ગટરની સમસ્યાને ગત તા.8 ના દિવ્ય ભાસ્કરમાં ઉજાગર કરવામાં આવી હતી. જેના પગલે જસદણ સુધરાઈ તંત્ર મોડેથી હરકતમાં આવ્યું હતું અને બે દિવસ પહેલા તરગાળા શેરીની ગટર ઉભરાવાની સમસ્યાને હલ કરવા માટે મેઈન બજારની વચોવચ જ મસમોટો ખાડો ખોદી કામગીરી શરૂ કરી હતી. પરંતુ બે દિવસ વીતવા છતાં હજુ સુધી આ ગટરનો પ્રશ્ન હલ થયો નથી. જો કે આ રોડ પરથી પસાર થતા તમામ રાહદારીઓ તેમજ વાહનચાલકોને ચોક્કસ નવા પ્રશ્નનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...