હાલાકી:જસદણના ખાનપર રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા, દોઢ વર્ષ પહેલાં બનેલા રોડના સળિયા દેખાયા

જસદણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જસદણનો ખાનપર રોડ એકથી દોઢ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે. જે રોડ જસદણમાં આકાશી મેલડી માતાજીના મંદિરથી બાયપાસ રોડ સુધી બનાવવામાં આવ્યો હતો અને આ રોડ આરસીસી બનાવાયો હતો. પરંતુ આ રોડના કોન્ટ્રાક્ટરે પાયાથી જ લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરતા રોડમાં ઠેરઠેર ગાબડાંઓ પડી ગયા છે. હાલ આ રોડમાં લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને નાનામોટા અકસ્માતો પણ બની રહ્યા છે. જેથી આ બાબતે યોગ્ય કરવા જસદણ નગરપાલિકાના મહિલા કોર્પોરેટર કાંતાબેન એમ. કછડીયા અને મનીષભાઈ ગોવિંદભાઈ કાછડીયાએ જસદણ માર્ગ મકાન વિભાગ પંચાયતને લેખિત રાવ કરી છે.

જેમાં જણાવ્યું છે કે, જસદણ શહેરના ધોરીમાર્ગ સમાન ખાનપર રોડ ઉપર આકાશી મેલડી માતાજીના મંદિરથી બાયપાસ સુધીના રોડમાં ગોલમાલ થઈ હોવાનું ફલિત થાય છે. આ રોડ બનાવ્યો તેને માત્ર દોઢ વર્ષ જેવો સમય થયો છે. છતાં તેમાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. આ રોડમાં ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે. જ્યારે આ રોડ બનતો હતો ત્યારે પણ અમોએ રજૂઆત કરી હતી. પરંતુ કોઈએ ધ્યાને લીધી નથી. આ રોડ શહેરનો મુખ્ય રસ્તો હોય વૃંદાવન ગૌશાળા, સ્વામિનારાયણ મંદિર, જસદણથી ખાનપર, કોટડાપીઠા થઈ અને રાજકોટ-ભાવનગર હાઈ-વે પર મળે છે. આ રોડની વચ્ચે બાયપાસ રોડ આવે છે. જેથી રાજકોટ તરફ, વિંછીયા તરફ સહિત અહીંથી જ જવાય છે.

અન્ય સમાચારો પણ છે...