જસદણમાં કૈલાશનગર વિસ્તારમાં આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિરના સાધુ પૂજ્ય ધર્મનંદનદાસજી સ્વામીના વડપણ હેઠળ મુખ્ય સ્વામિનારાયણ મંદિરની બાજુમાં પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. જેની મૂર્તિ પ્રતિષ્ઠા આજે તા.8 ને રવિવારના રોજ આચાર્ય રાકેશપ્રસાદદાસજી અને મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે લોકાર્પણ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
આ તકે મુખ્ય સ્વામિનારાયણ મંદિરના ધર્મનંદનદાસજીએ જણાવ્યું હતું કે, મહિલા પાંખ દ્વારા સત્સંગ પોષણ અને પ્રવર્તન થતું રહે તેવા હેતુથી રાજકોટ ગુરુકુળ સંસ્થાનાગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી અને દેવપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સહ તેમજ ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી તૈયાર થયેલું તેમજ ઉત્તમ નકશી અને બાંધણીવાળું ત્રણ માળનું ભવ્ય પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિરનું ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રતિષ્ઠા વડતાલ ગાદીપતિ રાકેશ પ્રસાદદાસજીના હસ્તે થશે. આ પ્રસંગે સત્સંગ, પ્રસાદ તેમજ સંતોના દર્શન આશીર્વાદનો લાભ લેવા સર્વે હરિભક્તોને પધારવા પુજ્ય ધર્મનંદનદાસજી સ્વામીએ અનુરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.