સમસ્યા:વીંછિયામાં ખેડૂત બિલના વિરોધમાં કોંગ્રેસનું આવેદન

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારે ખેડૂત વિરોધી જે બિલ પસાર કર્યું તેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ બિલના વિરોધમાં અને ખેડૂતો પાયમાલ થાય અને ખેડૂતોનું શોષણ થાય તો માર્કેટિંગ યાર્ડ પડી ભાંગે ત્રણ-ત્રણ મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોને 100 ટકા નુકસાન ગયેલું હોવા છતાં રાજ્ય સરકારે માત્ર મજાક કરી 33 ટકા વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. તો એની સામે પણ વિરોધ પ્રદર્શન કરી 100 ટકા પાક નુકસાની ગયેલ હોય તો 100 ટકા તમામ ખેડૂતોને વળતર ચૂકવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે વિંછીયા તાલુકા પ્રમુખ વિપુલભાઈ બાવળીયા, જીલ્લા મહામંત્રી મુકેશભાઈ રાજપરા, જિલ્લા ઉપપ્રમુખ જયંતીભાઈ ગોહિલ, તાલુકા આને જિલ્લા સંગઠન મંત્રી ગુણાભાઈ વાલાણી, તાલુકા ઉપપ્રમુખ રાહુલભાઈ રાજપરા, કોંગ્રેસના આગેવાન અરવિંદભાઈ તલસાણીયા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...