તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વીંછિયામાં 9.12 કરોડના ખર્ચે પાણીની યોજનાનું ખાતમુહૂર્ત

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણથલીમાં રૂ. 1.49 કરોડ, ભંડારિયામાં રૂ. 23.78 લાખના ખર્ચે

વીંછિયામાં રૂ.9.12 કરોડના ખર્ચે “નલ સે જલ” યોજના અંતર્ગત વાસ્મો દ્વારા તૈયાર થનાર પીવાના પાણી વિતરણની યોજનાનું પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, આ યોજના પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારની બહેનોને પીવાના પાણી માટે માથે બેડા લઈને દુર સુધી જવાની મુશ્કેલી હવે ભુતકાળ બની જશે.વીંછિયા ખાતે રૂ.9.12 કરોડના ખર્ચે નિર્માણ થનાર પીવાના પાણીના નળ દ્વારા પાણી વિતરણની આ યોજના આગામી 30 વર્ષની વસ્તી અને વિસ્તારના વિકાસના અંદાજને લઈને તૈયાર થઇ છે. આ યોજના અન્વયે 21,000 ની વસ્તી ધરાવતા સમગ્ર શહેરને ચાર ઝોનમાં વહેંચીને ગામના છેવાડાના ઘર સુધી દરેક ઘરને વ્યક્તિ દીઠ 140 લીટર પાણી મળી રહે તેવું આયોજન કરાયું છે.

આ ઉપરાંત જસદણ તાલુકાના સાણથલી ગામે રૂ.1.49 કરોડના ખર્ચે અને ભંડારીયા ગામે રૂ.23.78 લાખના ખર્ચે તૈયાર “નલ સે જલ” યોજના અંતર્ગત વાસ્મો દ્વારા નિર્માણ થનાર પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડએ કોરોનાના સંક્રમણને અટકાવવા કોવિડ પ્રતિરોધક રસી એક માત્ર ઉપાય હોય સૌ કોઈને આ રસીના ડોઝ મુકાવી લેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...