દુર્ઘટના:વીંછિયાના થોરિયાળી ગામ પાસે બાયોકોલ ભરેલી ટ્રક ઊંડા વોંકળામાં ખાબકી, ક્લીનરનું ઘટનાસ્થળે મોત

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાયોકોલ ભરેલી ટ્રક ઊંડા વોંકળા પડતા ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી - Divya Bhaskar
બાયોકોલ ભરેલી ટ્રક ઊંડા વોંકળા પડતા ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી
  • ટ્રક જસદણથી પાળિયાદ તરફ જતી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો
  • ટ્રક નીચે ફસાયેલા ક્લીનરના મૃતદેહને જેસીબી અને ક્રેનની મદદથી બહાર કાઢી વીછિંયા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયો હતો

વિંછીયા તાલુકાના થોરીયાળી ગામ નજીક આવેલ ઉંડા હોંકળામાં ગત મંગળવારે રાત્રીના 9 વાગ્યા આસપાસ બાયોકોલ ભરેલો ટ્રક અચાનક ખાબકતા ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, ગત મંગળવારે રાત્રીના 9 વાગ્યા આસપાસ 25 ટન બાયોકોલ ભરેલો ટ્રક જસદણથી પાળીયાદ તરફ જતો હતો.

ત્યારે વિંછીયાના થોરીયાળી ગામ નજીક પહોંચતા અચાનક ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી બેસતા ટ્રક 15થી20 ફૂટ ઉંડા હોંકળામાં ખાબક્યો હતો. જેમાં ટ્રકના ક્લીનર ધર્મેશભાઈ બોઘાભાઈ માનકોલીયા(ઉ.વ.19)(રહે-ગોડલાધાર,તા-જસદણ) ટ્રકની નીચે દટાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતની જાણ થતા સેવાભાવી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ક્લીનરના મૃતદેહને ક્રેન અને જેસીબીની મદદથી સતત ત્રણ કલાકની મહેનત બાદ બહાર કાઢી પીએમ અર્થે વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ બનાવની જાણ થતા વિંછીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...