તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવા તળે અંધારું:જસદણ પાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરને તાળાં, રખેવાળી શ્વાનોના શિરે

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇન્ચાર્જ ચીફ ઓફિસર ફરકતા પણ ન હોવાથી છેલ્લા 40 દિવસથી નગરપાલિકાનો વહીવટ ભગવાન ભરોસે

જસદણ નગરપાલિકાના પાપે હાલ શહેરનો વિકાસ અટકી પડ્યો છે. ત્યારે એક નજર નગરપાલિકા કચેરી તરફ કરીએ ત્યારે હકીકત ખબર પડે કે કચેરીની શું દશા છે. જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી 45 દિવસની રજા પર ચાલ્યા ગયા હોવાથી ગોંડલના ચીફ ઓફિસર એચ.કે.પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરંતુ ચાર્જમાં રહેલા ચીફ ઓફિસર પણ આ કચેરી ખાતે ફરકતા પણ ન હોવાથી છેલ્લા 40 દિવસથી નગરપાલિકા કચેરી ભગવાન ભરોસે ચાલી રહી છે. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પણ હવે દેખાતા ન હોવાથી અરજદારોને પોતાની રજૂઆતો કોને કરવી એ સવાલ સતાવી રહ્યો છે.

પાણીનું ફિલ્ટર પણ બંધ હાલતમાં
જસદણ નગરપાલિકા તંત્રની બેદરકારી તો જુઓ કે અરજદારો માટે મુકવામાં આવેલું પીવાના પાણીનું ફિલ્ટર પણ બંધ હાલતમાં પડ્યું ધૂળ ખાઈ રહ્યું છે. છતાં તગડો પગાર વસુલતા સરકારી બાબુઓને આ મશીન રીપેરીંગ કરાવવાનો પણ સમય મળતો નથી.

શ્વાન પરિવારની પેશકદમી

પાલીકાના કાયમી ચીફ ઓફિસર 45 દિવસની રજા પર ચાલ્યા ગયા હોવાથી તેનો ચાર્જ ગોંડલના ચીફ ઓફિસરને આપવામાં આવ્યો છે. પરંતુ તેમની ચેમ્બરના દરવાજા ખુલતા ન હોવાથી અને ચેમ્બરને તાળા હોવાથી હાલ તેની ઓફીસની શ્વાનો રખેવાળી કરી રહ્યા છે.

શૌચાલયમાં ગંદકી અને દુર્ગંધ

જસદણ નગરપાલિકામાં અધિકારીઓ માટેનું શૌચાલય સ્વચ્છતાની રાહ જોતું દેખાયું હતું અને શૌચાલય જવા માટે સામાન્ય માણસનું માથું ભમી જાય તેવી દુર્ગંધ વછૂટે છે. છતાં સરકારી બાબુઓ તંદુરસ્ત છે.

સફાઈના સાધનો પણ ભંગાર

પાલિકા કચેરીમાં સફાઈ કામદારો માટે ઉપયોગી સાધનો પણ હાલ ભંગાર સ્વરૂપે કાટ ખાઈ રહ્યા છે અને તેનો ઉપયોગ પણ થઈ શકતો નથી. શું આ સફાઈના સાધનો ભંગારની ભારોભાર વેચાશે કે પછી તેની મરામત કામગીરી કરાશે તેતો આવનારો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો