ચિઠ્ઠીથી બન્યા ચેરમેન:જસદણ યાર્ડનું ચેરમેનપદ અરવિંદ તાગડિયાના ફાળે

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેન્ડેટનો અનાદર કરી બે દાવેદાર ચૂંટણી લડ્યા તો ટાઇ પડી

જસદણ માર્કેટિંગ યાર્ડની પ્રમુખની ચૂંટણીમાં ફરીવાર સહકારી ક્ષેત્રના આગેવાન અરવિંદભાઈ તાગડીયા ચીઠ્ઠીના જોરે ચૂંટાયા હતા અને બળવાખોર છગનભાઈ શિંગાળાનો પરાજય થયો હતો. ગત 3 જૂનના રોજ જસદણ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી, જે અંગે ગુરુવારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા પ્રમુખ તરીકેનો મેન્ડેટ અરવિંદભાઈ તાગડીયાના નામનો સહકારી આગેવાન અને બિનહરીફ ચુંટાયેલાના નામનો આવ્યો હતો. પરંતુ કેટલાક સભ્યોએ અરવિંદભાઈ કોંગ્રેસી છે એવો વિરોધ દર્શાવી તેની સામે ખેડૂત પેનલમાંથી ચૂંટાયેલા સભ્ય છગનભાઈ શિંગાળાએ પ્રમુખ તરીકે ફોર્મ ભરતા બન્ને દાવેદારોને નવ-નવ સરખા મત મળ્યા હતા.

છેવટે બન્ને દાવેદાર વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવતા તાગડીયાનું નામ નીકળતા અરવિંદભાઈ જ પ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા, ઉપપ્રમુખ તરીકે પ્રેમજીભાઈ રાજપરા બિનહરીફ ચુંટાયા હતા. યાર્ડના ચેરમેન અરવિંદભાઈ તોગડીયા માર્કેટિંગ યાર્ડમાં ત્રણવાર પ્રમુખ રહી ચૂક્યા છે. જસદણ યાર્ડના પ્રમુખ પદને લઈને આગેવાનોએ સર્વસંમતિથી પ્રમુખનું નામ નક્કી થાય તે માટે બનતા પ્રયાસો કર્યા હતા. પરંતુ સભ્યોએ મેન્ડેટનો અનાદર કરી ચૂંટણી યોજતા કદાવર નેતાઓના આબરૂના ધજાગરા ઉડ્યા હતા.

હારેલા જૂથના સભ્યોમાં અસંતોષની લાગણી
હારેલ જૂથના સભ્યોએ જણાવ્યું હતું કે, અમે ભાજપ માટે લોહી પાણી એક કરી વર્ષોથી કામ કરીએ છીએ. પણ ભાજપે ચૂંટણી પહેલા નાટકીય ઢબે સેન્સ લીધી અને પછી મેન્ડેટ અરવિંદભાઈ તાગડીયાનો કાઢી અમારી સાથે રમત રમી છે. જ્યારે બીજી બાજુ અરવિંદભાઈ તાગડીયા જસદણ યાર્ડના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેમને સૌરાષ્ટ્રભરના સહકારી આગેવાનોએ પ્રમુખ બન્યા તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...