મુશ્કેલી:જસદણમાં લાતીપ્લોટના પુલ પર ઢોરનો અડિંગો, ચાલકોમાં અકસ્માતનો ભય

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોખલાણા, શિવરાજપુર સહિત ગામોને જોડતો પુલ હોય સતત અવરજવર રહે છે

જસદણ નગરપાલિકાના પાપે શહેરભરમાં રઝળતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. છતાં તંત્ર વાહકો રઝળતા ઢોરની સમસ્યા હલ કરતી નથી. ત્યારે જસદણમાં જુના બસસ્ટેન્ડ નજીક આવેલ લાતીપ્લોટના પુલ પર રઝળતા ઢોર સતત અડીંગો જમાવી બેઠા રહેતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહે છે. આ પુલ જસદણ પંથકના ગઢડીયા, ગોખલાણા, શિવરાજપુર સહિતના ગામોને જોડતો પુલ હોવાથી દરરોજ હજારો ચાલકોની સતત અવરજવર રહેતી હોય છે.

પરંતુ રઝળતા ઢોર આ પુલ પર સતત અડીંગો જમાવી બેઠા રહેતા હોવાથી ચાલકોને અકસ્માતનો ભય રહે છે. જેથી રઝળતા ઢોરના અડીંગાને લીધે કોઈ ચાલક અકસ્માતનો ભોગ બને અને પોતાનો જીવ ગુમાવે તે પૂર્વે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી દરેક ચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...