તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જસદણમાં 6 દિવસથી BSNL સેવાના ધાંધિયા, ગ્રાહકો ત્રસ્ત

જસદણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેટવર્ક ખોરવાતા અનેક વેપારીના પેમેન્ટ અટક્યા

જસદણ પંથકમાં છેલ્લા 6 દિવસથી બીએસએનએલની મોબાઈલ સેવામાં ધાંધીયા હોવાથી ગ્રાહકો ત્રાસી ચૂક્યા છે. જસદણ શહેર અને તાલુકામાં છેલ્લા 6 દિવસ દરમિયાન અનેક વખત કલાકો સુધી બીએસએનએલના મોબાઈલનું કવરેજ બંધ થઈ જાય છે. કવરેજ બંધ થઈ જવાથી બીએસએનએલની મોબાઈલ સેવા તેમજ ઈન્ટરનેટ સેવા બંધ થઈ જતી હોવાથી લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોબાઈલ બંધ થઈ જવાથી લોકોના અનેક ધંધાકીય વ્યવહારો અટકી પડ્યા છે.

વેપારીઓને તેમને ત્યાં આવતા માલનું પેમેન્ટ કરવા માટે ઓનલાઈન ચૂકવણી માટે કવરેજ નહી હોવાથી ઓટીપી આવતા નથી જેથી પેમેન્ટ પણ થઈ શકતું નથી. આ ઉપરાંત મોબાઈલ સેવા બંધ હોવાથી દર્દીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિતના લોકોને અનેક તકલીફ ભોગવવી પડી રહી છે. બીજી બાજુ વિદ્યાર્થી માટે પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું હોવાથી બીએસએનએલની મોબાઈલ સેવા બંધ થઈ જવાથી વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન શિક્ષણ મળી શકતું નથી. ક્યારે સેવા ચાલુ થાય અને ક્યારે બંધ થાય તે નિશ્ચિત હોતું નથી. મોબાઈલ સેવા અને ઈન્ટરનેટ સેવા એ રોજિંદા જીવનનો એક ભાગ થયો હોવાથી વહેલી તકે નિયમિત બીએસએનએલનું નેટવર્ક મળતું રહે તેવી સ્થાનીક લોકોની માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...