રાજકોટ:એકી-બેકી બંને સરખી : જસદણમાં ઓડ-ઇવનનો વેપારીઓનો ઉલાળિયો

જસદણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન-4માં દુકાનો ખુલ્લી રાખવા માટે જસદણ નગરપાલિકા તંત્રએ દરેક દુકાનદારોને એકી બેકી નંબર આપ્યો છે. પરંતુ તેમનું પરિણામ શું આવ્યું તે આ તસવીર પરથી દેખાઈ આવે છે. અહીં કોઈ જાતના સોશ્યલ ડીસ્ટન્સ વગર લોકો બધી દુકાનો પર ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. નવાઈ ની વાત તો એ છે કે, તંત્રએ  દરેક દુકાનોની બહાર નંબર તો આપ્યાં છે. પરંતુ તેની અમલવારી માટે જરાપણ તસ્દી ન લીધી. અહીં વેપારી મંડળ એક સાથે નંબરની એસી તૈસી કરી તંત્રનું તંત્ર હાથમાં લઈ લીધું હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા હતા. અહીં ગામડેથી આવતા લોકોને ખ્યાલ પણ નથી કે આ એકી બેકી શું છે. અહીં કહેવું ઉચિત લાગે કાનો માતર નથી તેવું જસદણ ખરેખર જસદણ જ છે.

અન્ય સમાચારો પણ છે...