વ્યવસ્થા:કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બિસ્કિટ-મિનરલ વોટરની વ્યવસ્થા ઊભી કરાઈ

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેવાયજ્ઞમાં સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા માટે સવાર-સાંજ ફ્રુટ આપવામાં આવે છે. જેમાં કિવી, સંતરા, સફરજન સહિતના ફ્રુટ આપવામાં આવી રહ્યા છે અને જરૂરિયાત મુજબ દુધ-મધનું મિશ્રણ ધરાવતા શક્તિ વર્ધક બિસ્કીટ, શનિવારે સવારે મગનું ઓસામણ આપવાની સંસ્થાની સેવા તો અગાઉથી જ ચાલુ છે.

કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પીવા માટે શુદ્ધ પાણી પોતાના બેડ ઉપર જ મળી રહે તે માટે જસદણ-વિંછીયાના કોરોના સુપરવાઈઝર પિયુષભાઈ શુકલા, ડો.જયભાઈ ચૌહાણ, લેબ ટેકનીશીયન આસ્તિકભાઈ મહેતા, નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી, ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા અને એડવાઈઝરી કમિટી મેમ્બર રમેશભાઈ જેસાણીની ઉપસ્થિતિમાં એક લિટરના મિનરલ વોટરની બોટલની સેવા આજથી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...