તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પવિત્ર શ્રાવણ માસ:ચોમેર બિલીના ઘટાટોપ વૃક્ષો વચ્ચે બિરાજમાન બિલેશ્વર મહાદેવ

જસદણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવાર અને જન્માષ્ટમીના સમન્વયે આજે અહીં વહેશે શ્રદ્ધાળુઓનો પ્રવાહ

સૌરાષ્ટ્રનો પાંચાળ પંથક એટલે જસદણ, વીંછિયા, પાળીયાદ, થાનગઢ, ચોટીલા, તરણેતર અને સરધારની ધાર સુધી ગણાય છે. જ્યાં ખડ, પાણી અને ખાખરાની પ્રાકૃતિક કુદરતી હરીભરી ભોમકા છે, અને તેમાંય ભાદરનું મૂળ પણ મદાવાના ડુંગરેથી નીકળીને એક વહેણ આટકોટ-જેતપુર થઈને પોરબંદર સુધી જાય છે. જ્યારે બીજું વહેણ સુક ભાદર રાણપુર થઈને ભાલમાં ભળી જાય છે. જ્યારે ત્રીજું વહેણ મચ્છુ નદીના મોરબીને મળી સૌરાષ્ટ્ર-કચ્છનો સમન્વય સાધે છે એવી આ ધરતી પર હિંગોળગઢથી માત્ર 3 કિ.મી. દુર ચોમેર બિલીના ઘટાટોપ વૃક્ષો વચ્ચે બિરાજમાન બિલેશ્વર મહાદેવ મંદિર લાખો ભાવિકો માટેનું આસ્થાનું કેન્દ્ર છે.

અહી દાયકાઓથી શ્રાવણ માસમાં બિલેશ્વર મહાદેવના મંદિરે શિવભકતોનો અવિરત પ્રવાહ વહે છે. જ્યારે બીજી તરફ ચોમેર ફેલાયેલી હરિયાળી વચ્ચે ઝરણાની જેમ વરસાદી પાણી વહે છે અને ભક્તો વહેતા ઝરણામાંથી પસાર થઈને બિલેશ્વર મંદિર ખાતે પહોંચે છે અને પોતાનું નતમસ્તક નમાવી ધન્યતા અનુભવે છે.

હિંગોળગઢ નજીક પ્રાકૃતિક અને રમણીય સ્થળે બીરાજમાન મહાદેવ મંદિરે જવા આવવા માટેનો રસ્તો પણ અત્યંત સુગમ હોઇ, પર્યટકો અને શ્રધ્ધાળુઓને શ્રાવણ માસમાં અહીં આવવાની ઇચ્છા થયા વગર રહેતી નથી. આજે સોમવાર અને જન્માષ્ટમીના સુભગ સમન્વયના લીધે વિશેષ સંખ્યામાં ભાવિકો અહીં આવશે અને દર્શન લાભ મેળવીને ધન્યતા અનુભવશે.

અન્ય સમાચારો પણ છે...