અકસ્માત:જસદણ પાસે કારની ઠોકરે બાઇક સવારનું મોત, એકને ગંભીર ઇજા

જસદણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળાસરના પાટિયા પાસે સર્જાયો હતો અકસ્માત
  • બાઇકચાલક જસદણ આવતો ’તો, રસ્તામાં કાળનો ભેટો

જસદણના કાળાસર ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને જોરદાર ઠોકર મારતાં બાઈક ચાલકનું મોત જ્યારે બાઈક સવારને ઇજા પહોંચી છે. કાળાસર ગામે રહેતા ગૌતમભાઈ બાબુભાઈ ત્રિવેદી(ઉ.વ.46) અને ભીમાભાઈ લીંબાભાઈ રંગપરા(ઉ.વ.60) બન્ને બાઈક નં.GJ-03BN-0456 લઈને કાળાસર ગામેથી જસદણ તરફ આવતા હતા. ત્યારે સામેથી આવતી કાર નં.GJ-01RC-5353 ના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર ગૌતમભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને કાર ચાલક અકસ્માત સર્જી કાર રેઢી મૂકી નાસી ગયો હતો.

જ્યારે બાઈકમાં પાછળ બેઠેલ ભીમાભાઈને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતના પગલે સેવાભાવી લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બાદમાં લાશને 108 ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પીટલે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...