તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત ઝોન:જસદણમાં ભાદર નદીનો પુલ બન્યો અકસ્માત ઝોન

જસદણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આ તિરાડ ચાલકોને ગોથું ખવડાવવામાં માહેર. - Divya Bhaskar
આ તિરાડ ચાલકોને ગોથું ખવડાવવામાં માહેર.

જસદણમાં આદમજી રોડ પર જવા માટેનો ભાદર નદી ઉપરનો પુલ થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ પુલ પરથી પસાર થવા માટે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આ પુલ પરથી પસાર થવામાં લોકોને પુલની આ કડનું ધ્યાન રાખવું પડી રહ્યું છે. જો કોઈ ચાલક ભૂલથી આ કડ ભૂલી જાય છે તો અકસ્માતનો ભોગ બને છે.

વધુમાં આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા પુલની કામગીરીમાં પણ લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરવામાં આવી હોવાથી પુલમાં કાંકરીઓ દેખાવા લાગી છે અને પુલની બન્ને સાઈડ મસમોટી કડ પડી ગઈ હોવાથી ચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા ભાદર નદી ઉપરના આદમજી રોડના પુલની યોગ્ય મરામત કામગીરી તાકીદે હાથ ધરવામાં આવે તેવી આ પુલ પરથી પસાર થતા દરેક ચાલકોની માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો