તંત્ર દોડ્યું:રાતે બેનર લાગ્યા, સવારે પાલિકાએ કામ શરૂ કરી દીધા

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચમત્કાર વિના નમસ્કાર નહીં, એ ઉક્તિ હજુ એક વાર સાચી સાબીત થઇ છે અને લોકોએ આકરા તેવર બતાવતાં જ કામ શરૂ. - Divya Bhaskar
ચમત્કાર વિના નમસ્કાર નહીં, એ ઉક્તિ હજુ એક વાર સાચી સાબીત થઇ છે અને લોકોએ આકરા તેવર બતાવતાં જ કામ શરૂ.
  • કોઇએ મત ન માગવા એવા બેનર લાગતાં જ તંત્ર દોડ્યું
  • જસદણમાં પાણી, રસ્તા સહિતના પ્રશ્ને લોકોને હતી યાતના

ચૂંટણીની સાથોસાથ વચનોની લહાણીની મોસમ પુરબહારમાં ખીલી છે અને લોકો પણ હવે નેતાઓના ઠાલાં વચનોથી ભરમાઇ જાય તેવા નથી ત્યારે જસદણની આનંદધામ સોસાયટીના લોકોએ તેમને ભોગવવી પડતી રસ્તા, પાણી, સફાઇ સહિતની દુવિધાઓથી છૂટકારો મેળવવા પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હતી.

પરંતુ કોઇ ઉકેલ ન આવતાં લોકોની ધીરજ ખૂટી હતી અને બેનર લગાવી દેવાયા હતા કે અહીં કોઇએ મત માગવા આવવું જ નહીં આ બેનર્સ લાગતાંની સાથે જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બીજા જ દિવસે સવારથી જ કામગીરી આરંભી દીધી હતી. આથી લોકોમાં એ ચર્ચા થઇ રહી હતી કે સીધી આંગળીએ ક્યારેય ઘી ન નીકળે, રેલો આવે તો જ તંત્ર કામ કરે!

જસદણમાં ચૂંટણી પહેલાં રોડ-રસ્તા, પાણી અને સફાઈ સહિતના પ્રશ્ને રહીશોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. જેમાં જસદણમાં વિંછીયા રોડ પર આવેલી આનંદધામ સોસાયટીમાં સ્થાનિકોએ ગત મોડી રાત્રીના પોતાના વિસ્તારમાં કોઈપણ પાર્ટીના ઉમેદવારોએ મતની માંગણી કરવા આવવું નહી, આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવા બેનરો લગાવી નગરપાલિકા સામે રોષ ઠાલવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

જો કે આ વિસ્તારના રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચતા સવારે જ જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા તાબડતોબ રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓની કામગીરી હાથ ધરવામાં આવતા રહીશોએ લગાવેલા બેનરો હટાવી લીધા હતા અને તંત્રએ પણ બેનરો હટી જતા રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે આનંદધામ સોસાયટીના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તા, પીવાનું પાણી અને સફાઈ સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. આ અંગે વારંવાર અનેક રજૂઆતો કરવામાં અાવી હતી.દરેક વખતે માત્ર આશ્વાસનો અને ઠાલાં વચનો જ મળતાં હતા.

જો કે આ અંગે જસદણ નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. છતાં અમારી એકપણ સમસ્યા હલ કરવામાં આવતી ન હોવાથી આખરે અમે સોસાયટીના રહીશોએ એકમત થઈ આ બેનરો લગાવી અમારો વિરોધ નોંધાવ્યો હતો. જો કે અમારી નારાજગી કોઇ પક્ષ માટે ન હતી.હાલ જસદણ નગરપાલિકા તંત્રએ રોડ-રસ્તા સહિતની કામગીરી શરૂ કરતા અમે લગાવેલા બેનરો હટાવી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...