ખૂની ખેલ / જસદણમાં છાત્રાલયની જમીનના મુદ્દે હત્યાના આરોપીના જામીન મંજૂર

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • 1 મહિના સુધી ચાલેલી માથાકૂટ બાદ સમાધાન માટે એકઠા થયા બાદ ખેલાયો ખૂની ખેલ

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

જસદણ. જસદણમાં છાત્રાલયની જમીનના વિવાદમાં યુવકની થયેલી હત્યાના બનાવમાં આરોપીના જામીન મંજુર કરાયા છે. મહિનાથી ચાલતી માથાકૂટ બાદ સમાધાન માટે ભેગા થયા અને એકની હત્યા થઇ હતી. જસદણમાં આવેલ ધુધલ છાત્રાલય કિંમતી જમીન બાબતે ચાલતા વિવાદના સમાધાન માટે  કિરણ ઉર્ફે જીનીયો રમેશભાઈ પરમાર તથા તેના મિત્રો જયદીપ અનિલભાઈ પરમાર, સંજય ભીમજીભાઈ ચૌહાણ, દિપક અશોકભાઈ પરમાર તથા સામાપક્ષે આરોપીઓ કિરણ ભીખાભાઈ મકવાણા, અનીલ ઉર્ફે ડી. મનુભાઈ મકવાણા તથા સંજય લખુભાઈ મકવાણા  ભેગા થયા હતા.

જેમાં કિરણ ઉર્ફ જીયો રમેશભાઈ પરમારનું છરીના ઘાથી મૃત્યુ થયું હતું. આરોપી અનીલ ઉર્ફે ડી મનુભાઈ મકવાણાએ રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન પર મુક્ત થવા અરજી દાખલ કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે ફરિયાદમાં બનાવ સ્થળે હાજર જણાવ્યુ કે એક આરોપી સંજય પોતાની સ્કૂલમાં હતો અને તેના સી.સી.ટી.વી પોલીસે ચકાસ્યા હતા. હાલના અરજદારે જે હાજર દાર્શનીક સાહેદ જયદીપને માર માર્યાનું પોલીસ દ્વારા રટણ કરવામાં આવે છે તેવી કોઈ વ્યકિતના મેડિકલ પેપર્સ પોલીસે ચાર્જશીટમાં રજૂ કરી નથી. અદાલતે અરજદારે આરોપીને રાજકોટ જિલ્લાની હદ ન છોડવા અને નિયમિત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની શરતોને આધીન જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી