વીંછિયાના રેવાણીયા ગામે સ્કૂલનું કામ કેમ નબળુ થાય છે તેમ કહી એન્જિનિયરને 3 શખ્સોએ માર મારી, તેનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર વીંછિયા પોલીસમાં ગુનો પણ દાખલ કરાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, વીંછિયા તાલુકાના રેવાણીયા ગામે આવેલ સીમ શાળાની બાજુમાં સરકારી સ્કૂલનું બાંધકામ ચાલુ હતું. તે દરમિયાન રેવાણીયા ગામના રણછોડ ગોવાભાઈ જમોડ, સુરેશ દેવાયતભાઈ પરમાર અને સહદેવ દેવાયતભાઈ પરમારે આવી સાઈટ ઉપર રહેલા એન્જિનિયર આશિષ જયસુખભાઈ નકુમને સ્કૂલનું કામ કેમ નબળુ થાય છે તેમજ રેતી અને સીમેન્ટ નબળી વાપરો છો તેમ કહી લાકડીથી મારમારી ઈજા કરી હતી. બાદમાં આશિષનો મોબાઈલ પણ પથ્થર સાથે ભટકાડી તોડી નાંખી નુકસાન કર્યુ હતું. આ અંગે આશિષ નકુમએ ઉકત ત્રણેય શખ્સો સામે વીંછિયા પોલીસમાં ફરીયાદ કરતા હેડ કોન્સ. ડી.કે.વાસાણીએ વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.