તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોટા હડમતિયા ગામમાં ધન્વંતરી રથના આરોગ્ય કર્મચારી પર હુમલો

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય કર્મીઓ રોષભેર મામલતદાર કચેરીએ પહોંચ્યા - Divya Bhaskar
આરોગ્ય કર્મીઓ રોષભેર મામલતદાર કચેરીએ પહોંચ્યા
  • હુમલાખોર સામે પગલાં ન લેવાય ત્યાં સુધી ફરજથી અળગા રહેશે કર્મીઓ
  • મામલતદાર કચેરીએ ધસી જઇ આરોગ્ય કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ

વીંછિયા તાલુકાના મોટા હડમતીયા ગામે ધનવંતરી રથની કામગીરી દરમિયાન ગામના જ એક શખ્સ દ્વારા ફરજમાં રૂકાવટ કરી આરોગ્ય કર્મચારી પર જીવલેણ હુમલો કરતા તાલુકાના તમામ આરોગ્ય કર્મીઓએ વીંછિયાના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનમાં જણાવ્યું હતું કે ધન્વંતરી રથમાં સામેલ ટીમના તમામ કર્મચારીઓ જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર-મોટી લાખાવડ, મંત્રીના કાર્યકર્તા તેમજ સ્થાનિક કર્મચારી અને આ કામગીરીના સુપરવિઝન અર્થે પ્રા.આ. કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.તેજસ આચાર્ય રાબેતા મુજબની કોવિડ-19 ને લગતી કામગીરી કરતા હતા. તે દરમિયાન ગામના સ્થાનિક જય સોનારા દ્વારા આરોગ્યના કર્મચારી દ્વારા ઓ.પી.ડી. અને અન્ય કામગીરી જે ચાલુ હતી. તે કામગીરી બંધ કરવા માટે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી સ્થાનિક આરોગ્ય કર્મચારી સાથે મારામારી કરી હતી અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો અને સુપરવિઝન માટે આવેલ મેડીકલ ઓફિસર ડો.તેજસ આચાર્યના વાહનને નં.GJ-03UK-1557 ને નુકેશાન કર્યું છે.

આ અંગે અમોને પોલીસ પ્રોટેક્શન ન મળે અને ઉપરોક્ત ઈસમોની સામે જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વીંછિયા તાલુકાના આરોગ્યના તમામ કર્મચારીઓ પોતાની કામગીરીથી અળગા રહીને તમામ સેવાઓ બંધ કરી પોતાનો વિરોધ નોંધાવશે. સાથોસાથ આ આવેદનપત્રમાં કર્મચારીઓએ પોતાની માંગણીઓ મૂકી હતી. જેમાં વીંછિયા તાલુકાના તમામ ગામમાં આરોગ્ય કર્મચારીઓને આરોગ્યલક્ષી કામગીરી માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી આપવી અને ઉપરોકત ઈસમો પર બિનજામીન પાત્ર ગુનો દાખલ કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી ગુનેગારોને સજા મળે તેવી વ્યવસ્થા કરવી તેવી અંતમાં માંગ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...