તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આડા સંબંધનો અંજામ:કાળાસરની પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક પર હુમલો

જસદણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના જ 4 શખ્સે લાકડી ફટકારી માથામાં ઇજા કરતાં મામલો પોલીસમાં

જસદણના કાળાસર ગામે રહેતા યુવાનને એ જ ગામની એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હોઇ, ગામના અન્ય યુવાનોને એ બાબતે વાંધો હોઇ બધાએ એક સંપ કરી યુવકને બોલાવી, લાકડી ફટકારી માથામાં ગંભીર ઇજા કરતાં આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને યુવકે ચાર શખ્સ સામે ફરિયાદ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જસદણના કાળાસર ગામે રહેતા યુવાન પર એ જ ગામની પરિણીતા સાથે પ્રેમસબંધના લીધે તેના જ ગામના ચાર શખ્સોએ ખૂની હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના કાળાસર ગામે રહેતા ભુપતભાઈ પુનાભાઈ સોલંકી(ઉ.વ.30) નામના યુવાનને તેના જ ગામના અજય મંગાભાઈ સોલંકી, વિપુલ મેઘાભાઈ સોલંકી, બાબુ મેઘાભાઈ સોલંકી અને સંજય મેઘાભાઈ સોલંકીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે માથામાં ગંભીર ઈજાઓ કરી ખૂની હુમલો કર્યો હતો.

આ હુમલાના બનાવમાં ઈજાગ્રસ્ત ભુપતભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું, કે હું ખેતમજુરી કરુ છું. સંજય સોલંકીની પત્ની કૈલાશબેન સાથે પ્રેમ સબંધ હોય જેથી અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી તમામે ઘરે આવીને હુમલો કર્યો હતો. જેથી આ બનાવ અંગે જસદણ પોલીસ મથકનાં સ્ટાફે ભુપતભાઈની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો