કાર્યવાહી:આટકોટમાં ગાડી લાઇનમાં રાખવાનું કહેતાં પેટ્રોલપંપના કર્મચારી પર હુમલો

આટકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘પેટ્રોલ પંપ પર બીડી પીવાની મનાઇ છે’ કહેતાં જ કારચાલક ઉશ્કેરાયો

આટકોટના પેટ્રોલ પંપ એક કાર ચાલક સીએનજી ભરાવવા માટે આવ્યો ત્યારે પંપના કર્મચારીએ કારના ચાલકને સાવધ કર્યો કે પંપ પર બીડી પીવાની મનાઇ છે અને કારને લાઇનમાં રાખો, આટલું કહેતાં જ કાર ચાલકનો પિત્તો ગયો હતો અને કર્મચારી પર હુમલો કર્યો હતો. આ મુદે ફરિયાદ નોંધાવાતાં પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

આટકોટના પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર આટકોટના ઘનશ્યામ પેટ્રોલ પંપમાં નોકરી કરતા સમીર પરમારે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ચિરાગ કાનજીભાઈ મારૂનું નામ આપ્યું હતુ. કર્મીએ જણાવ્યું હતું કે તે સીએનજી પંપ ગેસ ભરાવા આવ્યા હોય કાર લાઈનમાં રાખવાનું મેં કહ્યું હતું અને કાર ચાલક બીડી પીતો હોઇ, મેં તેને સીએનજી પમ્પ હોવાથી સિગરેટ ઠારવાનું કહેતાં તે મારી પાસે આવી ગયો હતો અને મને અપશબ્દો બોલી ગાળાગાળી કરવા લાગ્યો હતો અને એવી દમદાટી મારી હતી કે તું મને ઓળખતો નથી હું એક પ્રેસિડન્ટનો દીકરો છું, મને સિગારેટ ઠારવા અને કાર લાઈનમાં રાખવાનું કેમ કહેવાય? તેમ કહી મારા ઉપર હુમલો કર્યો હતો.

તેમની સાથે રહેલા મનીષ ચનાભાઈ ગોહિલ પણ મને મારવામાં તેમની સાથે જોડાઇ ગયા હતા. મને લોહી નિકળવા લાગતાં તરત જ પોલીસને જાણ કરી હતી અને ગાડી કબજે કરી હતી. અમારા માલિક આનંદભાઈ તેમજ મેનેજર અમુલ ભાઈએ મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આટકોટ પોલીસે આ બંને યુવકોને પકડી લીધા હતા અને બન્ને નશાની હાલતમાં હોવાનું જણાતાં બંનેને લોકઅપની હવા ખાવી પઙી હતી અને બંને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. વધારે તપાસ ગોપાલભાઈ ઘાઘલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...