રોષ:આટકોટ બસસ્ટેન્ડનું શૌચાલય છેલ્લા 6 માસથી બંધ, યુવાનોનું ઉપવાસ આંદોલન

આટકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચમત્કાર વિના નમસ્કાર નહીં: ટીડીઓ દોડી આવ્યા, 4 દી’માં શરૂ કરવાની ખાતરી

આટકોટના બસસ્ટેશનમાં આવેલું સુલભ શૌચાલય તેની કુંડી ભરાઇ ગઇ હોવાથી 6 માસથી બંધ હાલતમાં હતું અને તેના લીધે અહીં આવતા મુસાફરોને ભારે પરેશાની થઇ રહી હતી, ખાસ કરીને મહિલાઓની હાલત વધુ દયનીય બની જતી હતી. આ અંગે મુસાફરોએ અનેકવાર સરપંચને અને ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી હતી, ડેપોમાં સ્થાનિક અધિકારીને જાણ કરી હોવા છતાં તેનો કોઇ ઉકેલ આવ્યો ન હતો.

આથી ગામના જ જાગૃત યુવાનો પંચાયત કચેરીમાં ઉપવાસ પર બેસી જતાં તંત્રને રેલો આવ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારી દોડી આવ્યા હતા અને ચાર જ દિવસમાં શૌચાલયમાં સાફ સફાઇ કરીને શરૂ કરી દેવાશે તેવી ખાતરી આપતાં આંદોલન સમેટાયું હતું. આટકોટ એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલું સુલભ શાૈચાલય છ મહીનાથી બંધ હાલતમાં હતુ.

ગામના જ જાગૃત યુવાનો દ્વારા ગ્રામ પંચાયતમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવતાં તંત્રના પગ તળે રેલો આવ્યો હતો અને તાબડતોબ તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ સુલભ શૌચાલયની મુલાકાત લીધી હતી અને ઉપવાસ પર બેઠેલા યુવાનો સાથે વાતચીત કરીને આગામી ચાર દિવસમાં નિરાકરણ લાવી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

નોંધનીય છે કે છેલ્લા 6 માસથી મુસાફરો માટેની આવશ્યક એવી આ સેવા જ બંધ હાલતમાં હતી અને એ અંગે અનેકાનેક રજૂઆતો કરવામાં અાવી હોવા છતાં તે અંગે કોઇ કાર્યવાહી ગ્રામપંચાયત દ્વારા કરાઇ ન હતી, આથી યુવાનોની ધીરજ ખૂટી હતી અને આંદોલન છેડતાં સરપંચ દેવસીભાઇ તેમજ તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચાર દિવસમાં આ શૌચાલય શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...