ભ્રષ્ટાચાર:વીંછિયાથી ઢેઢુકી સુધીના 6 મહિના પૂર્વે બનેલા રોડ પરથી ડામર ખરવા લાગ્યો

જસદણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરામત ન થાય તો રસ્તા રોકો આંદોલન કરી તંત્રને ઢંઢોળવામાં આવશે
  • આ રોડનું કામ હજી વીંછિયા શહેરમાં થવાનું જ બાકી છે!

વીંછિયાથી ઢેઢુકી સુધીનો અને 6 મહિના પહેલા બનેલો ડામર રોડ ઉખડવા લાગતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ રોડનું કામ હજી વીંછિયા શહેરની અંદર કરવાનું પણ બાકી છે અને આ રોડમાં મોટા પ્રમાણમાં ગાબડાઓ પડી જતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો છે. આ રોડ માત્ર 6 મહિના જેટલા સમયગાળામાં ઉખડવા લાગતા જેતે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે. આ રોડ ખૂબ જ નબળી કક્ષાના મટિરિયલથી બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

પ્રજાના કરોડો રૂપિયાના ટેક્ષમાંથી બનેલો આ રોડ માત્ર 6 મહિનામાં જ તૂટવા લાગતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય છવાયો છે. જેથી વિંછીયા વિસ્તારના તમામ લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ રોડનો જેતે જવાબદાર તંત્ર દ્વારા ફરીથી સર્વે કરવામાં આવે અને રોડને નવો બનાવવામાં આવે. અન્યથા આ રોડના નબળા કામને લઈને રોડ-રસ્તા રોકી વિરોધ કરવામાં આવશે તેવી જસદણ-વીંછિયા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મુકેશભાઈ રાજપરા દ્વારા ચીમકી ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...