અવિરત વિહારી અને માનવ કલ્યાણની સદભાવના અર્થે ગામેગામ વિહાર કરી રહેલા પદયાત્રી સ્વામી આત્મારામજી મહારાજ આટકોટ આવી પહોંચ્યા હતા અને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે જીવન વ્યતિત કરતા સ્વામી ચોટીલાથી સોમનાથ જઇ રહ્યા છે. પદયાત્રીના પ્રવાસ મુજબ તેઓ ચોટીલાથી ઘેલાસોમનાથ, ગોંડલ, જૂનાગઢ સોમનાથ પોરબંદર દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે. સ્વામી આત્મારામએ જણાવ્યું હતું કે તેઓએ અત્યાર સુધીમાં ૮૨ હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે. તેમણે બાર જ્યોતિર્લિંગની પણ પદયાત્રા કરી છે.
પદયાત્રાનું ધ્યેય સનાતન ધર્મ ભક્તિ અને જ્ઞાનનો સંદેશો જન-જન સુધી પહોંચાડવાનો છે અને આ હેતુને સિધ્ધ કરવા દેશભરમાં અને વિશ્વના અન્ય દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે, કોરોના મહામારીને ધ્યાને લઇ પદયાત્રા માટે છેલ્લા બે વર્ષમાં પાંચમી વખત તેઓ ચોટીલાથી સોમનાથ જઈ રહ્યા છે. હાલમાં તેમની ઉંમર ૮૪ વર્ષ છે છતાં તેમના કદમ બિલકુલ ડગમગાતા નથી.તેઓ હવે પછી દ્વારકા જઈ ૮૪ હજાર કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમણે 45 દેશોમાં પ્રવાસ કર્યો છે.
હવે પછી ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ સાથે અન્ય દેશોના પ્રવાસ કરવાના છેભારતના તમામ દેવસ્થાનોના દર્શન અને પવિત્ર નદીમાં સ્નાન કર્યા છે. હિમાલયની ગિરિમાળામાં પણ યાત્રા કરી છે. છેલ્લા ૩૭ વર્ષથી અન્ન લેતા નથી માત્ર ફળાહાર કરે છે, રાત્રી મુકામ વખતે જનસમુદાયને આધ્યાત્મિક જ્ઞાન આપે છે. એમની સાથે પદયાત્રામાં જસદણના પ્રમોદભાઈ મહેતા સ્વામી આત્મારામજીની પાંચમી પદયાત્રામા જોડાયાં હતા, પદયાત્રામાં આવતા ગામ, નગર, શહેરમાંથી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અને અન્ય સામાજિક આગેવાનો પણ તેમની સાથે યાત્રામાં જોડાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.