તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:જસદણની સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ માટેની મશીનરીનું આગમન

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્લાન્ટની મશીનરી આવી, હવે ઇન્સ્ટોલેશન કરાશે. - Divya Bhaskar
પ્લાન્ટની મશીનરી આવી, હવે ઇન્સ્ટોલેશન કરાશે.
  • કોરોનાની ત્રીજી લહેર આવે તો પહોંચી વળવા તંત્રની આગોતરી તૈયારી

કોરોના કાળની બીજી લહેર દરમિયાન જસદણ શહેર તેમજ પંથકના કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર આપવા માટે ઓક્સિજનની જરૂરીયાત ઉભી થતા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જેથી ભવિષ્યમાં ઓક્સિજનના અભાવે કોઈપણ દર્દીઓને મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્નોથી રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજુર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટનું જસદણ સરકારી હોસ્પિટલમાં આગમન થતા જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.આર.એમ.મૈત્રી, ડો.વિજયભાઈ વાવડીયા, ડો.બથવાર, વિજયભાઈ બોરીચા, રોનકભાઈ પરમાર, આસ્તિકભાઈ મહેતા, જીતુભાઈ પટેલ, રોનકભાઈ જમોડ તેમજ નિ:સ્વાર્થ સેવા સમિતિના સદસ્યોએ ખુશી વ્યકત કરી હતી, નજીકના ભવિષ્યમાં જ આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે અને જરૂર પડ્યે તેમાંથી મેડિકલ ઓક્સિજન મેળવી શકાશે.કોરોનાની બીજી લહેર આવી ત્યારે ઉંઘતા ઝડપાયેલા વહીવટી અને આરોગ્ય તંત્રઅે આ વખતે આગોતરી જ તમામ તૈયારી કરી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...