ધરપકડ:જસદણમાં પિતા-પુત્રના આપઘાત પ્રકરણમાં બે વ્યાજખોરની ધરપકડ, 7ની શોધખોળ શરૂ

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન પર લીધેલી 5 લાખની લોન ચૂકવવા માટે વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ આપઘાતનું કારણ હોવાનું પોલીસનું અનુમાન

જસદણમાં પિતા-પુત્રના આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે 9 વ્યાજખોરો સામે મરવા મજબુર કર્યાનો ગુન્હો નોંધ્યો હતો. જેમાં બે વ્યાજખોરની જસદણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય 7 વ્યાજખોરો હજુ પણ પોલીસ પકડથી દુર હોવાથી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. જસદણમાં પિતા-પુત્રના આપઘાત કેસમાં મકાન ઉપર લીધેલી રૂ.5 લાખની લોન ચૂકવવા માટે વ્યાજખોરો પાસેથી લીધેલી રકમની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા પિતા-પુત્રએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

મકાન ઉપર લીધેલી રૂ.5 લાખની લોન ચૂકવવા માટે વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જસદણના શ્રીનાથજીચોકમાં રહેતા અને સિવિલ હોસ્પિટલ નજીક કોલેજિયન હેર કટીંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા અને તેના પુત્ર સતીષે એક સાથે ઝેરી દવા પી આપઘાત કરી લેતા જસદણ પંથકમાં અરેરાટી છવાઈ ગઈ હતી. આ આપઘાતના બનાવમાં મૃતક રમેશભાઈ બડમલીયા અને તેના પુત્ર સતીષે વ્યાઘજખોરોના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

દરમિયાન આ બનાવમાં મૃતકના પુત્ર પ્રિતેશ બડમલીયાએ તેના પિતા અને ભાઈને આપઘાત માટે મજબુર કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ જસદણ પોલીસે પ્રતાપ ભીખુભાઈ ધાધલ(રહે-સુદામડા,તા-સાયલા), મહમદ ઉર્ફે હુસેન ઝીણાભાઈ રાઠોડ(રહે-ખાટકી ચોક, જસદણ), સલીમ હબીબભાઈ મીઠાણી(રહે-પાવર હાઉસવાળી શેરી, જસદણ), મહીપત રાણાભાઈ અજાણા(રહે-જસદણ), જયરાજ બહાદુરભાઈ ચાવડા(રહે-આંકડીયા,તા-વિંછીયા), સત્યઅજીત ઉર્ફે સતુભાઈ વાળા(રહે-જસદણ), ગૌતમ ભાભલુભાઈ ધાધલ(રહે-જસદણ), ઉદય અશોકભાઈ ધાધલ(રહે-જસદણ) અને પોપટ અરજણભાઈ સુસરા(રહે-પોલારપર,તા-જસદણ) સામે જસદણ પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો હતો.

જોકે જસદણ પોલીસે જસદણના પોલારપર ગામના પોપટ અરજણભાઈ સુસરા અને જસદણના મહીપત રાણાભાઈ અજાણા નામના બન્ને શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 7 શખ્સો ફરાર હોવાથી તેને પકડી પાડવા આગળની તજવીજ હાથ ધરી છે.

આ આપઘાતના બનાવમાં ફરીયાદમાં જણાવ્યાઅ મુજબ, ફરીયાદીના પિતા તથા ભાઈ સતીષને ઉકત શખ્સોઘએ અગાઉ ઉંચા વ્યાવજના દરે ગેરકાયદેસર રીતે વ્યાદજે રૂપીયા આપેલ હોય અને વ્યાઈજની રકમ સમયસર નહિ આપી શકતા ઉકત આરોપીઓએ ફરીયાદીના ઘરે તથા દુકાને આવી ફરીયાદીના પિતા અને તેના ભાઈને મોબાઈલ ફોનમાં કોલ કરી અવારનવાર બળજબરી કરી ભય બતાવી વ્યા જ તથા મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ધમકી આપતા હોય. આ વ્યાયજખોરોના ત્રાસથી કંટાળી ફરીયાદીના પિતા અને ભાઈને ઝેરી દવા પી આપઘાત કરવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...