તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાડલાની સગીરાના અપહરણકારની ધરપકડ

જસદણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય અને જીલ્લામાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસ્તા-ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને એસ.ઓ.જી. પીઆઈ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચનો સ્ટાફ રાજકોટ જીલ્લામાં ગુન્હાના કામે નાસ્તા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા. દરમિયાન ટે્કનીકલ સર્વેલન્સથી ખાત્રી કરી ભાડલા પોલીસ સ્ટેશનનો આરોપી મુકેશ સોમાભાઈ માંડાણી (ઉ.વ.25) (રહે-મુળ નાના કંથારીયા (ઝુપડા), તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર, હાલ-રાજકોટ માધવ વાટીકા શેરી નં-1 મકાન નં-4) તેમજ ભોગબનનાર બાળા રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે હોવાની હકિકત મળતા પીઆઈની સુચનાથી રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી આરોપી મુકેશ સોમાભાઈ માંડાણી તેમજ ભોગબનનાર બાળાને શોધી અને ભાડલા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવા સોપી આપતા આગળની કાર્યવાહી ભાડલા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો